રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

દિયોદરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવાર સાથે ઉદ્ધત વર્તનના આક્ષેપ

દિયોદરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવાર સાથે ઉદ્ધત વર્તનના આક્ષેપ
'ગરીબોની મદદ કે અપમાન..?' આયુષ્યમાન કાર્ડની સુવિધા સામે સવાલો; રાજ્ય સરકારની આયુષ્માન ભારત કાર્ડ યોજના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફત અને સસ્તી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં સગર્ભા મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા છે. દિયોદરમાં વિશ્વાસ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે તોછડાઈ પૂર્વકનું વર્તન કરાતું હોવાના આક્ષેપો લોકો લગાવી રહ્યા છે. રાજ્ય સરકારના આયુષ્માન કાર્ડની સગવડ ધરાવતી દિયોદરની વિશ્વાસ હોસ્પિટલના ડોકટર રોહિત નાડોદાના દર્દીઓના સગાઓ સાથે તોછડાઈ ભર્યા વર્તનના કારણે વિખવાદમાં આવી છે. સગર્ભા મહિલાના પરિવારજનોના આક્ષેપો વચ્ચે આયુષ્માન કાર્ડની સુવિધા આપતી વિશ્વાસ હોસ્પિટલમાં" ગરીબોની મદદ કે અપમાન? તેને લઈ સવાલો ઉઠ્યા છે. જેમાં સગર્ભા મહિલાની માતાએ ન્યાય માટે દિયોદર પોલીસ અને આરોગ્ય વિભાગના દરવાજા ખખડાવતા સમગ્ર મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્ય આરોગ્ય મંત્રી શું દીયોદર સગર્ભા મહિલા અને માતાને ન્યાય અપાવશે ખરા..? સરકાર દ્વારા તાત્કાલિક આ ઘટનાની યોગ્ય તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવે નહીં તો આ ઘટના વધુ વિસ્તરતાં લોકો હોસ્પિટલથી દૂર ભાગશે તો ગરીબ દર્દીઓના હક્કો જોખમમાં મૂકાશે.

સંબંધિત સમાચાર