રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ23 માર્ચ, 2026| Super Admin

ઉણ પ્રકરણમાં પકડાયેલા પાંચેય આરોપી જેલ હવાલે

ઉણ પ્રકરણમાં પકડાયેલા પાંચેય આરોપી જેલ હવાલે
ત્રણ દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં નામદાર જજનો જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ સમગ્ર ઉત્તર ગુજરાતના ચકચારી ઓગડ તાલુકાના ઉણ ગામે આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન મામલે સર્જાયેલી હિંસા અને પોલીસ કાફલા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ઝડપેલા એક મહિલા સહિત પાંચ આરોપીઓને આજે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ​ગયા અઠવાડિયે ઉણ ગામે બે સમાજ વચ્ચે આંતર જ્ઞાતિય લગ્ન મામલે થયેલ હિંસક ઘર્ષણ બાદ પોલીસે રાયોટિંગ અને પોલીસની ફરજમાં રુકાવટના ગુના હેઠળ 1000 ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં ​આ પાંચેય આરોપીઓને શિહોરી કોર્ટમાં રજૂ કરી તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે રિમાન્ડની મુદત પૂરી થતા સુરક્ષા અને આગોતરા આયોજનને લઈ પોલીસે તેમને ફરી ફટાફટ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં નામદાર જજે પાંચેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. ​આ કેસમાં આઈજી પરીક્ષિતા રાઠોડે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. પોલીસે આ મામલે ૧૫ થી વધુ નામજોગ અને ૧૦૦૦ થી વધુના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પાંચ આરોપી જેલ હવાલે બાદ હજી પણ ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે વીડિયો ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ તેજ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉણ ગામ સહિત પંથકમાં પોલીસ પેટ્રોલિંગ યથાવત ​ઉણ ગામમાં હાલ પણ પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.ગામમાં પૂર્વવત માહોલ બનાવવા પોલીસ અધિકારીઓ ગામની મુલાકાત લઈ ગામલોકો સાથે બેઠકો યોજી રહ્યા છે. તેથી હાલ સ્થિતિ પૂરેપૂરી નિયંત્રણ હેઠળ છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ છે.જેના કારણે જનજીવન રાબેતા મુજબ ધમધમવા લાગ્યું છે.    

સંબંધિત સમાચાર