સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં બુધવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બજારચોકથી ગલેચી ભાગોળ વિસ્તાર તરફ જતા રસ્તે એક બેકાબુ ડમ્પરે બે વીજપોલને ટક્કર મારતા તેઓ ધરાશાયી થયા હતા.આ અકસ્માતમાં એક વીજપોલ દુકાનોની સામે પડતાં બે દુકાનના શટરને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે બીજો વીજપોલ રસ્તાની વચ્ચે પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ વીજ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સુરક્ષાના ભાગરૂપે વીજપ્રવાહ બંધ કરી દીધો હતો. સદનસીબે આ અકસ્માત વહેલી સવારના સમયે બન્યો હોવાથી વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી. વીજ વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા બેદરકાર ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બેકાબુ ડમ્પરે બે વીજપોલને ટક્કર મારતા ધરાશાયી જાનહાની ટળી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
17 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
