રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જૂન, 2026| Super Admin

કાંકરેજ તાલુકાના કંબોઈ-દુદાસણ રોડ પર અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

કાંકરેજ તાલુકાના કંબોઈ-દુદાસણ રોડ પર અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ

કાંકરેજ તાલુકાની કંબોઈ ચોકડીથી દુદાસણ ઉંદરા- રોડ ઉપર તારીખ ૩૧/૫/૨૦૨૬ ની રાત્રે અંદાજે ૧૧ વાગ્યા આસપાસ રોડની બાજુમાં આવેલી ચામુંડા સો મીલના માલીક સુથાર કાન્તિભાઈ વિસાભાઈ (ઉંમર ૫૫ વર્ષ) પોતાના ટ્રેક્ટર માટે કપડું લેવા માટે ગયા હતા ત્યારે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતા એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતાં ધડાકો થયો હતો.જેથી આજુબાજુના લોકો એકઠાં થયા હતા. અને તાત્કાલિક તેમને સારવાર અર્થે પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.

 મૃતક કાન્તિભાઈ વિસાભાઈ સુથારને માથાના ભાગે તેમજ ખભા સહિત અન્ય જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચી હતી તેથી તેમનું મોત થયું હતું. તેમના અકાળે મોતથી પરિવાર ઉપર આભ ફાટ્યું હતું.મૃતકની લાશને પીએમ માટે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં એમના પરિવાર સહિત સગા સબંધીઓ શિહોરી પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદી સુથાર ભરતભાઈ ચેહરાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ હર્ષદ ઠાકર ચલાવી રહ્યા છે. અને પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર