રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જૂન, 2026| Super Admin

કંબોઇ-દુદાસણ રોડ પર અકસ્માત: રોડ સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરને રેતી ભરેલા ડમ્પરની જોરદાર ટક્કર

કંબોઇ-દુદાસણ રોડ પર અકસ્માત: રોડ સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરને રેતી ભરેલા ડમ્પરની જોરદાર ટક્કર

કંબોઇ કસરા રોડ પર દુદાસણના પાટિયા પાસે એક ડમ્ફર ચાલકે ગફલત ભર્યું ડ્રાયવિંગ કરી રોડની સાઈડમાં ઉભેલા ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેકટરને નુકસાન થવા પામ્યું હતું. જેમાં ટ્રેક્ટરનુ ટાયર પણ ફૂટી ગયું હતું. અને બીજા અન્ય નુકસાન પહોચાડ્યું હતું સદનસીબે કોઇ જાનહાની થઇ નથી વહેલી સવારે ડમ્ફર ધડાભેર રોડ સાઈડમાં ઉભેલા ટ્રેકટરને તકરાતા ધડાકો સાંભળી આજુબાજુ ના ખેડૂતો દોડી આવ્યા હતા. અને અકસ્માત થતા વહેલી સવારે રેતી ભરી આવતા ડમ્ફરો અને રેતી ભરવા જતા ડમ્ફરોનુ ટ્રાફિક જામ થઇ ગયું હતું. જેની જાણ શિહોરી પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હટાવી બીજા અન્ય વાહનો પસાર કરાવ્યા હતા.

કસલપુરા અને દુદાસણની બનાસ નદીમાંથી અવરલોડ રેતી ભરી પૂરપાટ દોડતા ડમ્ફરોના ત્રાસથી સ્થાનિક લોકો અને નાના વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. કસલપુરા અને દુદાસણ બનાસ નદીમાં રોજિંદા હજારો ડમ્ફરો રેતી ભરી નીકળે છે. જેમાં વહેલી સવારે અને મોડી સાંજે વિના રોયલ્ટી પાસે રેતી ભરી જતા હોવાથી હાઈસ્પીડમાં નીકળે છે. જે કંબોઇ ચારરસ્તાથી શિહોરી પાટણ હાઇવે પર આવી ખાણ ખનીજની ચેકીંગની ગાંડી પાલનપુરથી આવે તે પહેલા નીકળી જવાની લાહ્યમાં કોઈક નિર્દોષ વ્યક્તિઓને ભોગ બનવું પડે છે. અવરલોડ ભરેલા ડમ્ફરોના કારણે રોડ પર મોટા મોટા ખાડા પડી જતા નાવાહનોને નુકસાન ભોગવવું પડે છે. કંબોઇ ચાર રસ્તા પર ટ્રાફિક જામ કરવાનુ પણ આ ડમ્ફરોના કારણે થાય છે. 

 બે દિવસ પહેલા વાયડ પાસે ડમ્ફરોના કારણે અકસ્માત થયો હતો. જેમાં અલ્ટો કારમાં શિક્ષકનો બચાવ થયો હતો. અને ડમ્ફર અને અલ્ટો કારને નુકસાન થયો હતો અને ડમ્ફર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી લોકોએ જણાવ્યું કે, શિહોરી પાટણ હાઇવે પર બેફામ ડમ્ફરો દોડે છે. જેમાં નાના વાહન ચાલકોને પરેશાની ભોગવી પડે છે. જેના પર પોલીસ અને RTO દ્વારા નિયંત્રણ લાવવું જોઈએ.

સંબંધિત સમાચાર