રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 ઑક્ટોબર, 2025| Super Admin

રાધનપુર નજીક પાંચ વાહનો વચ્ચે અકસ્માત : 4 નાં મોત 15 થી વધુ ઘાયલ

રાધનપુર નજીક પાંચ વાહનો વચ્ચે અકસ્માત : 4 નાં મોત 15 થી વધુ ઘાયલ
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા 3 ની હાલત ગંભીર પાટણના રાધનપુર નજીક રવિવારે વિચિત્ર પ્રકારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સાથે પાંચ વાહનો વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત લોકો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.ઈજાગ્રસ્તો પૈકી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.રાધનપુર નજીક ટ્રેલર,બે બાઈક, જીપ અને બોલેરો પિકઅપ વચ્ચે વિચિત્ર પ્રકારનો અકસ્માત સજૉયા ની મળતી માહિતી મુજબ રવિવારે રાધનપુરના મોટી પીપળી નજીક આ અકસ્માત સર્જાયો હતો.જેની પોલીસને જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત પગલે લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં. અકસ્માત અંગે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એક સાઇડના રસ્તાનું કામ ચાલુ હતું, જેથી રસ્તો બંધ હતો. જેને પગલે એક ટ્રેલર રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. આ દરમિયાન સૌ પ્રથમ ટ્રલર અને પિકઅપ ડાલા વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ પાછળ આવતી જીપ અને બે બાઈક પણ અથડાઈ હતી. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા છે.જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને સહાય મળે તે માટે CM ને પત્ર લખીશ તેવું જણાવી આ અકસ્માત ખુબ ગંભીર છે. રસ્તા પર ખાડાઓ પૂરવા અંગે મે નેશનલ ઓથોરીટીને અગાઉ પણ રજુઆત કરી હતી.હાઈવે પર ડાયવર્ઝન મુકેલ હતું, જેથી એક બાજુ વાહનો ચાલતા હતા. જેમાં આજે કેટલાક વાહનો અથડાયા હતા. જેથી અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્તોને ધારપૂર હોસ્પિટલમાં તેમજ પ્રાઈવેટ હોસ્પિટલ માં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના તેઓએ વ્યકત કરી હતી. રાધનપુરના PI આર.કે. પટેલે જણાવ્યું હતું કે, એક ટ્રેલર રાધનપુરથી વારાહી બાજુ જઈ રહી હતી અને સામે એક બોલેરો પિકઅપ કે જેમાં 10 થી 12 લોકો સવાર હતા તેમજ બે બાઈકમાં 4 લોકો સવાર હતા, આ તમામ વાહનો વચ્ચે અકસ્માત થયો છે. હાલ પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, બોલેરો પિકઅપ અને ટ્રેલર વચ્ચે સૌ પ્રથમ ટક્કર થઈ હતી જે બાદ અન્ય વાહનો અથડાયા હતા.અકસ્માતમાં મોતને ભેટેલા માં દેસાઈ લક્ષ્મણભાઈ નાગજી ભાઈ, મોટી પીપળી, યશ રૂડાભાઈ રબારી, ઊંચોસણ, કનુભાઈ માધાભાઈ રાવળ. ગામ અગીચાના અને નસીબ ખાન દિલદારખાન મલિક, ખેરવા દસાડાનો સમાવેશ થાય છે.    

સંબંધિત સમાચાર