રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 માર્ચ, 2026| Super Admin

ચડોતરના ફિટનેસ સેન્ટરમાં ACBનો સપાટો: ૩ હજારની લાંચ લેતા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્મી ઝડપાયો

ચડોતરના ફિટનેસ સેન્ટરમાં ACBનો સપાટો: ૩ હજારની લાંચ લેતા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્મી ઝડપાયો
આરોપી વાહન માલીકો પાસેથી રૂ.980ના સર્ટિફિકેટ ફીના ત્રણથી ચાર ગણા રૂપિયા વસૂલતો અરજદારો પાસેથી ફિટનેસ સર્ટિફિકેટના રૂ.500 થી રૂ.50 હજાર વસુલતા આરોપી પાટણ એસીબીના સકંજામાં આવ્યો પાલનપુર તાલુકાના ચડોતર ગામે ડીસા હાઇવે આવેલા એક વાહન ફિટનેસ સેન્ટરમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ રૂ.3000 લાંચ લેતા કર્મચારીને પાટણ એસીબીની ટીમે છટકું ગોઠવી ને રંગેહાથ ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી લાંચની રકમ કબજે કરી તેની વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આરોપી વાહન માલીકોને ફિટનેસ સર્ટિ આપવા રૂ.500 થી 50 હજાર સુધીની રકમ ગેરકાયદેસર વસુલાત કરતો હોવાનું બહાર આવ્યું હતું. આરટીઓ વિભાગ દ્વારા ખાનગી કંપનીઓ દ્વારા વાહન ફિટનેસ સર્ટિફિકેટ કાઢવામાં આવી રહ્યા છે. જેમાં કોમર્શિયલ વાહન ચાલકો માટે આ સર્ટિ અતિ આવશ્યક હોય ઘણીવાર ફિટનેસ સેન્ટરોમાં કર્મચારીઓ દ્વારા નિયતત ફી કરતા વધુ રકમની માંગણી કરતા હોવાની  ફરિયાદો ઉઠવા પામી છે. જે વચ્ચે પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર ગામ પાસે આવેલા જીએચવી વ્હિકલ ફિટનેસ સેન્ટરમાં પાટણ એસીબીની ટીમે છટકું ગોઠવીને અહી ફરજ બજાવતા રહેમતુલ્લા ઇબ્રાહીમ ખાન ઘોરી જે આ એનર્જી ફિટનેસ સેન્ટરમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેને રૂ.ત્રણ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પાટણ એસીબીને ખાનગી બાતમી મળી હતી કે ચડોતર સ્થિત આ ફિટનેસ સેન્ટરમાં કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ અરજદારો પાસેથી રૂ.500 થી 50 હજાર સુધીની રકમની ગેરકાયદેસર વસૂલી કરવામાં આવે છે. જેમાં એક રીક્ષાનું કોમર્શિયલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આ ફિટનેસ સેન્ટર ખાતે રીક્ષા અને જરૂરી દસ્તાવેજો ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેની નિયમ મુજબની રૂ.980 ફી હોવા છતાં આરોપીએ રહેમતુલ્લા ઘોરીએ રૂ.3 હજારની લાંચની માંગણી કરી રકમ સ્વીકારતા એસીબીની ટીમે આરોપીનેને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.    

સંબંધિત સમાચાર