રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જુલાઈ, 2025| Super Admin

ડીસામાં 'ભ્રષ્ટાચારના ખાડા' મુદ્દે આપ અને કોંગ્રેસનું સંયુક્ત વિરોધ પ્રદર્શન

ડીસામાં 'ભ્રષ્ટાચારના ખાડા' મુદ્દે આપ અને કોંગ્રેસનું સંયુક્ત વિરોધ પ્રદર્શન

ખાડામાં ભાજપનો ઝંડો ફરકાવી અનોખો વિરોધ; ડીસાના નવા બસ સ્ટેશન બહાર દર વર્ષે પડતા ભ્રષ્ટાચારના ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ આજે ​​સંયુક્ત વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસના અગ્રણી ભેમાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ ખાડા પૂજન કરી, ખાડાઓમાં ભાજપનો ઝંડો ફરકાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી નવા બસ સ્ટેશન બહારના માર્ગ પર  અને નાયબ કલેક્ટર કચેરીની બરાબર સામે મોટા ખાડાઓ પડવાને કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને એસ.ટી. બસના ડ્રાઇવરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓને કારણે અનેક વખત એસ.ટી. બસોના ટાયર ફાટવાના બનાવો પણ બન્યા છે, તેમજ એસટી બસોની ચેચીસ પણ આ ખાડાના કારણે તૂટે છે. જેનાથી મુસાફરો અને વાહન ચાલકોની સુરક્ષા જોખમાય છે. આ પ્રદર્શન દરમિયાન આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે જો આ ખાડાઓ ભરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શને સ્થાનિક તંત્ર અને ભાજપ સરકાર પર તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ વધાર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર તેજાભાઈ દેસાઈ સહિત કાર્યકરોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.

સંબંધિત સમાચાર