રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા8 મે, 2026| Super Admin

ડીસાના વડલાપુરા ત્રણ રસ્તા પાસે કાળમુખી કારની ટક્કરે યુવકનું કરુણ મોત

ડીસાના વડલાપુરા ત્રણ રસ્તા પાસે કાળમુખી કારની ટક્કરે યુવકનું કરુણ મોત

યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે ટક્કર મારી

ડીસા તાલુકાના વડલાપુરા ત્રણ રસ્તા નજીક રસ્તો ક્રોસ કરી રહેલા યુવકનું કારની ટક્કરે સારવાર દરમિયાન મોત થયું હતુ. આ અંગે કાર ચાલક સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ડીસા તાલુકાના મુડેઠા ખેતાણીપાર્ટીના જયરામભાઇ સગરામભાઇ રાવળ (ઉ.વ.34) બુધવારે વડલાપુરા ત્રણ રસ્તાએ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે કાર નં. જીજે. 06. સી. એમ. 8975ના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં જયરામભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. આ અંગે અરવિંદભાઇ સગરામભાઇ રાવળે કાર ચાલક સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ટેગ્સ:#Bhildi Police Station

સંબંધિત સમાચાર