રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાંથી 70 અબોલ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઇ ગૌરક્ષકોની મહેનતને કારણે અબોલ પશુ ધનનો બચાવ

પાલનપુરમાંથી 70 અબોલ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઇ ગૌરક્ષકોની મહેનતને કારણે અબોલ પશુ ધનનો બચાવ

પાલનપુરના જુના આરટીઓ સર્કલ પાસેથી અબોલ પશુધન ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી લીધી હતી. જેમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરેલ 70 અબોલ પશુઓ મળી આવતા તેઓને કાંટ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. પાલનપુરના ગૌ રક્ષકોને બાતમી મળેલી કે, રાજેસ્થાનથી અમદાવાદ તરફ કતલખાને ગાડી જઈ રહી છે. જેથી ગૌ રક્ષકોની ટીમે અલગ અલગ જગ્યા લએ બેસી ને વોચ ગોઠવી હતી. દરમિયાન જુના આરટીઓ સર્કલ પાસેથી એક શંકાસ્પદ ટ્રક મળી આવી હતી. જેમાં તપાસ કરતા ટ્રકમાં ડબલ પાર્ટએશન કરી કિચિખીચ ભરેલા અબોલ જીવો મળતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી. જેથી પોલીસની PCR આવતા અબોલ પશુધન ભરેલી ટ્રક પૂર્વ પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. જ્યાં ટ્રક ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી 70 જેટલા અબોલ પશુઓને કાંટ પાંજરાપોળમાં ઉતારવામાં આવ્યા હતા. આમ, શ્રાવણ મહિનાના બીજા સોમવારે 70 થી વધુ અબોલ પશુઓનો બચાવવામાં સતત પંદર દિવસ ઉપરથી મહેનત કરતા ગૌ સેવકોને સફળતા મળી હતી.

સંબંધિત સમાચાર