રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ31 ઑગસ્ટ, 2025| Super Admin

વષૅ ૨૦૨૪ મા સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાને પગલે ચાલુ વર્ષે એલર્ટ બનતું તંત્ર

વષૅ ૨૦૨૪ મા સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાને પગલે ચાલુ વર્ષે એલર્ટ બનતું તંત્ર
ગણેશ વિસર્જન માટે ડેમ નજીક કૃત્રિમ કુડ બનાવવામાં આવ્યો; પાટણમાં સરસ્વતી નદી કાંઠે આનંદેશ્વર મહાદેવ નજીક ગણેશ વિસર્જન માટે વિશેષ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કુંડ 25 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો છે. કુંડમાં કાળા રંગનું મેણિયું પાથરી ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવ્યું છે.સુરક્ષાની દૃષ્ટિએ સવારે 8 થી રાત્રે 8 સુધી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ચાર ફાયર બ્રિગેડ કર્મચારીઓ,ત્રણ હોમગાર્ડ્ઝ અને પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. સ્થળ પર સેફ્ટી બોટ, ફાયર બ્રિગેડની ગાડી અને બંબો પણ તૈનાત કરાયા છે.નદીના ઉત્તર ભાગમાં મેલડી માતાના મંદિર તરફ અને કેનાલ વિસ્તારમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સરસ્વતી જળાશય યોજના દ્વારા લાલ અક્ષરે જાહેર ચેતવણી મૂકવામાં આવી છે. જેમાં નદીમાં સ્નાન, મૂર્તિ વિસર્જન, ફોટોગ્રાફી કે અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કડક પગલાં 2024 માં ગણેશ વિસર્જન દરમિયાન પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો નદીમાં ડૂબી ગયા હતા. શુક્રવારે એક દિવસના ગણેશજીનું વિસર્જન કૃત્રિમ કુંડમાં શરૂ થયું છે. આગામી દિવસોમાં પાંચ, સાત અને દસ દિવસના ગણેશજીનું વિસર્જન પણ અહીં કરવામાં આવશે. તંત્ર દ્વારા કરાયેલ આ વ્યવસ્થા ને પાટણના સૌ નગરજનોએ સરાહનીય લેખાવી છે.

સંબંધિત સમાચાર