રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

અમીરગઢ માં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળવામાં આવ્યું

અમીરગઢ માં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળવામાં આવ્યું

અમીરગઢ ગામમાં મહોરમ પર્વ દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ પર્વમાં અમીરગઢ ના મુસ્લિમ બિરાદરો દ્વારા આયોજિત તાજીયા નું ઝુલુસ નિકાળવામાં આવે છે. આ પર્વની ઉજવણી શાંતિપૂર્વક માહોલમાં અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવી હતી. આ ઝુલુસની અમીરગઢ ની હુસેની મસ્જિદ થી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાં થી ચાંદની ચોક તેમજ ચબૂતરા ચોક અને મકરાણી વાસ થઈ ને ગ્રામ પંચાયત તરફ થી પરત આવી ને તાજીયા ને ઠંડા કરવા (દફનવિધિ) માટે ઇદગાહમાં લઈ જવામાં આવ્યા હતા. મહોરમ પર્વ ઇસ્લામ ધર્મના મહાન વીર ઇમામ હુસેન અને તેમના 72 નિર્દોષ સાથીઓના કરબલા ખાતે થયેલા બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. ઇમામ હુસેને અધર્મે વિરુદ્ધ લડતા ભૂખ અને તરસ સહન કરીને હક અને સત્ય માટે શહીદી આપી હતી. તેમની યાદમાં મહોરમ પર્વ ઉજવવામાં આવે છે. મહોરમ પર્વ નિમિત્તે ઝુલુસ ના સમયે ઠેર ઠેર પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ તેમજ સરબત નું મુસ્લિમ બિરાદરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યા એ કોમી એકતા ના દર્શન પણ જોવા મળી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક યોજાયો હતો. ઝુલુસમાં એકતા અને સદભાવના નો સુંદર સંદેશો પ્રસરી રહ્યો હતો. અને સાથે સાથે કોઈ અનિચ્છનીય કોઈ બનાવના બને તે માટે અમીરગઢ પોલીસ ખડેપગે પોતાની જવાબદારી નિભાવી રહી હતી. તે સમયે અમીરગઢ પોલીસની ખૂબ જ સુંદર કામગીરી જોવા મળી હતી.

સંબંધિત સમાચાર