રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા28 જુલાઈ, 2025| Super Admin

ડીસામાં દારૂ ભરેલી ગાડી સાથે એક ઇસમ ઝડપાયો 6.22 લાખનો મુદ્દામાલ કબ્જે

ડીસામાં દારૂ ભરેલી ગાડી સાથે એક ઇસમ ઝડપાયો 6.22 લાખનો મુદ્દામાલ કબ્જે

એલ.સી.બી.પોલીસે 6.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો; બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારીના ભાગરૂપે, પોલીસ મહા નિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક  અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ જિલ્લા એલ.સી.બી. પોલીસે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ડીસા દીપક હોટલથી સર્વિસ રોડ ઉપર ઓવરબ્રિજના પીલર નંબર પી-27 સામેના ભાગેથી એક બ્રેજા ગાડી (નંબર GJ18BK3778) ને રોકવામાં આવી હતી. જેમાં ચેકિંગ દરમિયાન, ગાડીમાં ગુપ્ત ખાનાઓ બનાવી તેમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગાડીના ચાલક જીવતકુમાર ઉર્ફે દીલીપ કિશનલાલ માળી (રહે. પિંકસીટી સોસાયટી, રાણપુર રોડ,ડીસા, મૂળ રહે.સાંચોર બ્રાહ્મણવાસ, તા.જી.જાલોર) ને દબોચી લીધો હતો. પોલીસે બ્રેજા ગાડીમાંથી 64 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. 1,12,997/ આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી બ્રેજા ગાડી (રૂ.5,00,000/-) અને એક મોબાઈલ ફોન (રૂ.10,000/-) સહિત કુલ રૂ.6,22,997/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી જીવતકુમાર ઉર્ફે દીલીપ કિશનલાલ માળી અને ભીમર્સિંગ ભાટી (રહે.સાંચોર, રાજસ્થાન) નામના શખ્સે મળીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર