રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 જૂન, 2025| Super Admin

ડીસા શહેરમાં 700 ગ્રામ ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો: 7,500નો મુદ્દામાલ જપ્ત

ડીસા શહેરમાં 700 ગ્રામ ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો: 7,500નો મુદ્દામાલ જપ્ત

ડીસા શહેર દક્ષિણ પોલીસે માદક પદાર્થ વિરોધી ઝુંબેશ અંતર્ગત એક સફળ કાર્યવાહી કરી છે. ડીસાના ગંજીપુરા ગવાડી વિસ્તારમાંથી શાહરૂખભાઈ હનીફભાઈ મકરાણી નામના ઈસમને 700 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ ગાંજાની કિંમત રૂ. 7,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂ. 7,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ-ભુજ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા માદક પદાર્થની હેરાફેરી અને વેચાણ કરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાનમાં, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમ્યાન બાતમી મળી હતી કે ડીસાના ગંજીપુરા ગવાડી વિસ્તારમાં રહેતો શાહરૂખભાઈ હનીફભાઈ મકરાણી તેના ઘરે ગેરકાયદેસર રીતે ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેના રહેણાંક ઘરના આંગણામાંથી 700 ગ્રામ સુકો ગાંજો, એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી શાહરૂખભાઈ મકરાણી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર