રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
મહેસાણા21 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના નંદાસણમાં નશાયુક્ત કફ સિરપની 110 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા જિલ્લાના નંદાસણમાં નશાયુક્ત કફ સિરપની 110 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે નશાકારક ચીજવસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ હવે સામાન્ય બમિ ગયું છે. તેની પાછળ જવાબદાર એક માત્ર તંત્રની જ લાલીયાવાડી છે. કડીના નંદાસણ વિસ્તારમાં નશાયુક્ત કફ સીરપનો કરતો જાહેરમાં વેપાર કરતો એક વ્યક્તિ રંગે હાથ ઝડપાઇ જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકામાં નંદાસણ ગામ ખાતે નશાયુક્ત કફ સીરપની 110 બોટલો સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલ્પેશ મકવાણા ઉર્ફે અપ્પુ નામનો વ્યક્તિ નશાયુક્ત કફ સિરપની 110 બોટલ સાથે ઝડપાતા નશાનો કાળો કારોબાર કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કફ સિરપની બોટલો સાથે રંગે હાથ ઝડપાયેલા અલ્પેશ મકવાણા ઉર્ફે આપું નામનો આ વ્યક્તિ પોતાના મકાનમાં ગેરકાયદેસર નશીલી કફ સીરપ રાખી વેપાર કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જ્યાં નંદાસણ પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા આશરે 110 જેટલી નશાયુક્ત ઓફ સર0ની બોટલો મળી આવેલ હતી. વધુ તપાસમાં નંદાસણ પોલોસને જાણવા મળેલી હકીકતમાં આરોપી અલ્પેશ મકવાણાને આ નશાયુક્ત કફ સીરપ મહોમ્મદ ફારુખ ઉર્ફે આસીફ ચોહાણ, ગામ સવાલા વાળાએ આપી હતી. જે અનુસંધાને નંદાસણ પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર