રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 જુલાઈ, 2026| Super Admin

ડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજાઈ

ડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજાઈ

ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય પ્રા.ડૉ.આરતીબેન જી. પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. ડૉ. સુનીતા એલ. ઠક્કરની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સિક્યોરીટી સેલના સંયુક્ત ઉપક્રમે તા. 11/07/2026 ના રોજ ‘વિશ્વ વસ્તી દિન’ ની ઉજવણી નિમિતે અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ વિશ્વની વધતી જતી વસ્તીના પરિણામે ઉદ્ભવતી પ્રદૂષણ, પાણીની અછત, જંગલોનું વિચ્છેદિકરણ, ટકાઉ વિકાસ જેવી વિવિધ સમસ્યાઓ અંગે જાગૃત બને અને આ સમસ્યાઓના નિવારણ માટે લેવામાં આવતા વિવિધ પગલાઓ બાબતે વધુ સક્રિય રસ દાખવતા થાય તે હેતુથી ‘સશક્ત યુવા, સમૃદ્ધ પરિવાર, સુંદર વિશ્વ’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું  આયોજન કરવામાં આવેલ.

55.jpg 157.05 KB
 કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. આરતીબેન જી. પટેલે દેશના યુવાધનને સશક્ત રહી પોતાના કુટુમ્બનું કદ મર્યાદિત રાખી સમગ્ર વિશ્વને સુંદર બનાવવા માટે આહવાન કર્યું. સાયબર સિક્યોરીટી સેલના કન્વીનર ડૉ. ધમ્મદીપ ગાયકવાડ દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ વસ્તીદિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને વધતી જતી વસ્તીની દેશના તેમજ વૈશ્વિક અર્થતંત્ર ઉપર કઈ રીતે અસર કરે છે તે સમજાવવામાં આવ્યુ. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક મિત્રો તેમજ સાયબર સિક્યોરીટી સેલના મેમ્બર્સ દ્વારા તમામ પોસ્ટર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધામાં કોળી આરતીએ પ્રથમ ક્રમાંક, લોધા સેજલએ દ્વિતીય ક્રમાંક અને ગેલોત અનિશાએ તૃતીય ક્રમાંક મેળવ્યો. પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરીટી સેલ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા. કસ્તુરભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર