રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 એપ્રિલ, 2025| Super Admin

વડગામના શેરપુરા ગામે જનેતાની હત્યા કરનાર કપુતને જેલ હવાલે કરાયો

વડગામના શેરપુરા ગામે જનેતાની હત્યા કરનાર કપુતને જેલ હવાલે કરાયો
વડગામના શેરપુરા (સેભર) ગામે સગા પુત્રએ પોતાની માતાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી કાસળ કાઢી દેતાં સમગ્ર પંથકમાં કપાતર પુત્ર પ્રત્યે ઘૃપાની લાગણી ફેલાઈ છે. જોકે ઘટનાની જાણ વડગામ પોલીસને થતા વડગામ પોલીસે કપૂત પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં પુત્ર જ માતાનો હત્યારો બન્યો છે. વડગામ તાલુકાના શેરપુરા (સેભર) ગામની છે જ્યાં અગમ્ય કારણોસર માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને આવેશમાં આવી ગયેલા હત્યારા કપૂત પુત્ર પરિમલ કટારીયાએ માતા મધુબેન કટારીયાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી માં ને લોહી લુહાણ કરી દીધી જેના કારણે મા ત્યાં જ ઢળી પડી આખરે તેનું મોત થયું. જોકે સગી માં ને મોતને ઘાટ ઉતાર્યા બાદ આ કપૂત પરિમલ ફફડી ઉઠયો અને ઘરેથી રફુ ચક્કર થઈ ગયો. જોકે તે બાદ ઘટનાની જાણ વડગામ પોલીસને થતા વડગામ પોલીસ એફએસએલ સહિતની ટીમો લઈ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે સગા દીકરા પરીમલે જ તેની માતાની હત્યા કરી દીધી છે. અને આ કપૂત પરિમલ ઘરેથી હત્યા કર્યા બાદ રફુચક્કર થઈ ગયો છે તે બાદ વડગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કપૂત પરિમલ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દબોચી લીધો છે અને તે બાદ તેની પૂછપરછ હાથ ધરી તો માતા અને પુત્ર વચ્ચે અગમય કારણોસર બોલાચાલી થઈ હતી અને આ બોલા ચાલી દરમ્યાન આવેશમાં આવી ગયેલા આ કપૂત પરિમલે તેની જનની જનેતાનું જ ઢીમ ઢાળી દીધું હોવાનું ખુલ્યું છે.

સંબંધિત સમાચાર