રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 ઑગસ્ટ, 2025| Super Admin

સીતાપુર ગામની સીમમાં આવેલી વંદન ફુડ્સ લિમિટેડ એરંડા મિલ પર ૧૫ લોકોના ટોળાએ હુમલો કર્યો

સીતાપુર ગામની સીમમાં આવેલી વંદન ફુડ્સ લિમિટેડ એરંડા મિલ પર ૧૫ લોકોના ટોળાએ હુમલો કર્યો

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા તપાસ હાથ ધરી; ચાણસ્મા ના ધિણોજની સીતાપુર ગામની સીમમાં આવેલી વંદન ફુડ્સ લિમિટેડ એરંડા મિલમાં ગામના જ ૧૫ લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાની ગતરોજ તા.૧૬ ઓગસ્ટ ના રોજ સાંજે ૭-૩૦ કલાકે બનતા અને આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ થતાં સન સનાટી મચી જવા પામી છે. આ હુમલો કરનાર ઈસમો ત્રણ બાઇક અને એક કારમાં આવેલા સીતાપુર ગામના પાંચ ઓળખાયેલા અને દસ અજાણ્યા વ્યક્તિઓએ પથ્થરો અને લાકડીઓથી હુમલો કર્યો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદ મા કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ હુમલા મા મિલના ડિરેક્ટર જિતેન્દ્રભાઈ પટેલ અને ઓપરેશન મેનેજર રાજુલભાઈ ગજ્જરને માર મારવામાં આવ્યો હોય હુમલાખોરોએ આરોપ લગાવ્યો કે તેમના ગામમાં પૂછ્યા વગર બહારના લોકો ધંધો કરી રહ્યા છે. આ ઘટના પહેલા તા. ૨૦ જુલાઈના રોજ એક વ્યક્તિએ પોતાની ઓળખ ગામના સરપંચ તરીકે આપીને ધંધો બંધ કરવાનું કહ્યું હતું.૧૫ ઓગસ્ટે ફરી આવીને કંપની બંધ ન કરવા બદલ વિરોધ કર્યો હતો. હુમલા દરમિયાન સ્ટાફે શટર બંધ કરી દીધું હતું, પરંતુ કેટલાક લોકો પાછલા દરવાજેથી અંદર ઘૂસી ગયા હતા અને જિતેન્દ્ર પટેલ ને બેઠો માર મારવામાં આવ્યો અને રાજુલ ગજ્જરને પથ્થર વાગ્યો હતો. હુમલાખોરોએ મિલ સાથે જીવતા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. મિલના મૂળ માલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા માટે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે પણ ઝઘડો થયો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસે પાંચ વ્યક્તિના નામ જોગ અને દસ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર