રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 જૂન, 2025| Super Admin

નાના કાપરાના રઘુનાથપુરી આશ્રમમાં મીનીકુંભ જેવો માહોલ સર્જાયો

નાના કાપરાના રઘુનાથપુરી આશ્રમમાં મીનીકુંભ જેવો માહોલ સર્જાયો
નાના કાપરા ગામનું પાવનધરા પર આવેલા રગમાં પુરી આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દ્વિતીય દિવસે  દેવતા મુર્તિ પ્રબોધન તથા સ્થાપિત દેવતા પ્રાતઃપૂજન પ્રાસાદ વાસ્તૂ - પ્રાસાદ દિક્ષુહોમ શાંતિ પૌષ્ટિક હોમ મૂર્તિપતિ લોકપાલ હોમ તત્વ હોમ-પ્રધાન હોમ મહાસ્નપન પ્રયોગ-જલાધિવાસ ધૃતાધિવાસ નેત્રોન્મીલ (અંજન સલાકા) દેવ મહાન્યાસ - પ્રાસાદ સ્નપન કુર્મશીલા પૂજન - પીંડીકા પૂજન બ્રહ્મશીલા પૂજન થયું હતું જ્યારે વહેલી સવારે વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં નામાંકિત કલાકારોએ શોભાયાત્રામાં ગીત સંગીતની રમઝટ જમાવી હતી. અને ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા દ્વિતીય દિવસને લઈ મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા રસ્તાઓ પણ બ્લોક થઇ ગયા હતા. જ્યારે મહોત્સવ નો અંતિમ દિવસ છે અને શુભ મુહૂર્તમાં લાખણેચી, જહુ મૈયા, લાખીયાધરાના પરમ પૂજ્ય શ્રદ્ધેય તપસ્વી મહંતશ્રી ૧૦૦૮ રઘુનાથપુરી બાપુના નુતન મંદિરમાં પ્રતિષ્ઠા થશે. ત્યારે  માનવ મહેરામણ ઉમટી પડશે. રાત્રે યોજાયેલા લોક ડાયરામાં રાજભા ગઢવી પર નોટોનો વરસાદ રઘુનાથપુરી આશ્રમ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસની રાત્રે રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી ઉપર નોટોનો વરસાદ થયો હતો. હરિદ્વાર સહિત દેશભરમાંથી સંતો મહંતોએ હાજરી આપતા મિની કુંભના દર્શન થયા રઘુનાથ પુરી આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હરિદ્વારથી અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્રપુરીજી મહારાજ સહિત ભારતભરમાંથી સંતો મહંતો પીઠાધીશ્ર્વરો, આચાર્યોએ હાજરી આપતા મિની કુંભના દર્શન થયા. મહોત્સવમાં શિક્ષક મિત્રોએ  વિશેષ જવાબદારી સ્વીકારી મહોત્સવમાં શાળાઓ ફરજ બજાવતા માલધારી સમાજના શિક્ષકોએ પણ વિશેષ જવાબદારી સ્વીકારી મંદિર સંકુલમાં વિવિધ સ્થળો ઉપર કેસ કાઉન્ટર માટેની તમામ જવાબદારી શિક્ષક મિત્રોએ ઉપાડી લીધી હતી. મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિશેષ હાજરી આપી ત્રિ-દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ સંતો મહંતો સાથે રાજકીય આગેવાનોનો મેળાવડો જામ્યો છે. ત્યારે બીજા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ વિશેષ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત દુધરેજ વડવાળા ધામના કોઠારી મુકુંદરામ મહારાજે હાજરી આપી હતી. આ ઉપરાંત અનેક રાજકીય સામાજિક અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર