રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

બનાસકાંઠા મહેસુલી કર્મચારી ઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે કલેકટરને અપાયું આવેદનપત્ર

બનાસકાંઠા મહેસુલી કર્મચારી ઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે કલેકટરને અપાયું આવેદનપત્ર
મહેસુલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને કરાઇ રજૂઆત; બનાસકાંઠા મહેસુલી કર્મચારીઓ ના પડતર પ્રશ્નોને લઈને આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બનાસકાંઠા મહેસુલી કર્મચારી ઓની પડતર માંગણીઓ મુજબ, નાયબ મામલતદાર સંવગ્રની પ્રબળતા યાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી, રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેને તાત્કાલિક નિર્ણય કરવો, કારકૂન થી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુ માં છે. જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરીટમાં આવતા વધુમાં વધુ કર્મચારીઓ ને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવી, જે નાયબ મામલતદાર ની માગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ના કરવા સહિતની માંગણીઓ ને લઇ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ હતી. જેમાં આગામી 10 દિવસમાં માંગણી ઓ ને લઈને કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો જિલ્લા મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સંબંધિત સમાચાર