રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 મે, 2025| Super Admin

જુનાડીસા ખાતે ડીસાવળ 100 ગામ રોહિત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

જુનાડીસા ખાતે ડીસાવળ 100 ગામ રોહિત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
સમાજની સાક્ષીએ 30 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા ; 100 ગામ ડીસાવળ રોહિત સમાજ તથા ડીસાવળ રોહીત સમાજ શૈક્ષણીક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંત શ્રી રોહીદાસ રિસર્ચ સેન્ટર, જુનાડીસા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ૩૦ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. ડીસાવળ રોહીત સમાજનાં પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને આયોજીત સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ભોજન દાતા દિનેશભાઇ પુનડિયા (ડી.વાય.એસ.પી.), સમાજના આગેવાન અશ્વિનભાઈ પરમાર,મુકેશભાઈ સોલંકી,સોનાજી ચૌહાણ, મણિલાલ ધોકડીયા, રમેશભાઈ વારેચા, ભીખાભાઇ સોલંકી, સોમાભાઈ વાઘેલા અને 100 ગામ ડીસાવળ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પ્રાસંગિક પ્રવચનમાં આયોજકોને બિરદાવી રોહિત સમાજના કામ માટે ખડેપગે રહેવાની ખાતરી આપી સમાજને વ્યસનમુક્ત બનાવવા અપીલ કરી સામાજીક સમરસતા ઉપર ભાર મુક્યો હતો.આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણીક વિકાસ ટ્રસ્ટ ડીસા, સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો,ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી,  જગમાલભાઈ સોયલા, વેલાભાઈ ઢુવા, ચેલાભાઈ છત્રાલિયા, દશરથભાઈ પાલડી, ગણેશભાઈ વડાવળ, હિતેશભાઈ સોલંકી તેમજ નામી અનામી તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ડી.આર.એસ.ની સંપૂર્ણ કારોબારી ટીમે છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી હતી. ગામના યુવાનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ડી.આર.એસ. ટીમ સમાજનાં તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.ટ્રાફીક વ્યવસ્થા રૂરલ પીએસઆઇ પ્રકાશભાઈ ધોકડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ સુપેરે સંભાળી હતી.ઉમદા વ્યવસ્થા અને આયોજનને હરકોઈએ બિરદાવ્યું હતું ત્યારે જમણવારના દાતા ડી.વાય.એસ.પી.દિનેશભાઇ પુનડિયાએ સમાજનો ઋણ સ્વીકાર કર્યો હતો.

સંબંધિત સમાચાર