રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

ચંડીસરના પરણિત યુવકે મૈત્રી કરાર કરનાર મહિલાના ત્રાસથી આપઘાત કરતાં ચકચાર

ચંડીસરના પરણિત યુવકે મૈત્રી કરાર કરનાર મહિલાના ત્રાસથી આપઘાત કરતાં ચકચાર
મહિલા સાથે રહેવા દબાણ કરી અસહ્ય ત્રાસ ગુજારતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ મહિલાએ સાથે નહિ રાખો તો આત્મહત્યા કરવાની ધમકી આપતા યુવકે પગલું ભર્યું; પાલનપુર તાલુકાના ચંડીસર ગામના એક યુવકે સતલાસણાની એક મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં આ મહિલાએ તેને સાથે રાખવા દબાણ કરીને તેને અસહ્ય ત્રાસ આપવા લાગી હતી. તેમજ આત્મહત્યા કરવાની અને ઘર છોડી જતી રહેવાની ધમકી આપતી હોઇ આખરે આ યુવકે આ મહિલાના ત્રાસથી સેલફોસની ગોળીઓ ગળીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પાલનપુરના ચંડીસર ગામે રેલવે સ્ટેશન પાસે રહેતા અને એક સંતાનના પિતા વસુભાઇ ગોદડભાઇ કુગસિયા (પટેલ) ને મહેસાણા જિલ્લાના સતલાસણા ગામની પરણિત મહિલા અનિતાબેન હરેશભાઈ પટેલ સાથે રિલેશનશીપ હોઇ બન્ને એ મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં આ મહિલા તેની સાથે દબાણ કરવા લાગી હતી. પરંતુ વાસુભાઇ પરણિત અને એક સંતાનના પિતા હોઇ આ મહિલાને સાથે રાખી શકે તેમ ન હોઇ આ મહિલાએ તેને સાથે રાખવામાં નહિ આવે તો આત્મહત્યા કરવાની તેમજ ઘર છોડી દેવાની ધમકી આપતી હતી. મૈત્રી કરાર મહિલાના અસહ્ય ત્રાસથી ત્રસ્ત યુવકે આખરે ખેતરમાં નાખવાની સેલફોસની ગોળીઓ ગળી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જોકે મૃતકે પોતાના આપઘાત અંગે બે સ્યુસાઇડ નોટ લખી હોઇ ગઢ પોલીસે સતલાસણાની અનિતાબેન હરેશભાઈ પટેલ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર