રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

રબારીયા ગામની સીમમાં મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાવ્યું

રબારીયા ગામની સીમમાં મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાવ્યું
રબારીયા ગામની સીમમાં બાજરીની કાપણી કરતા મહાકાય અજગર દેખાતા ખેતરમાં અફડાતફડીનો માહોલ સર્જાયો અમીરગઢ તાલુકાના રબારીયા ગામના ખેતરમાં બાજરીની કાપણી કરતા અંદાજે પાંચ ફૂટ અજગર દેખાયો અમીરગઢ તાલુકાના રબારીયા ગામેં ડાભી મથુરસિંહ અજમલસિંહ પોતાના સર્વે નંબરમાં ખેતરમાં મજૂર દ્વારા બાજરીની કાપણી કરી રહ્યા હતા. દરમિયાન બાજરીની કાપણી કરતા એક મજૂરના હાથમાં અજગરનો પાછળનો ભાગ આવી જતા મજૂરો ગભરાઈ ગયા હતા. બાજરીને ચાર ઊંચી કરતા અજગર દેખાયો હતો. આ અંગે ખેતરના માલિક ડાભી મથુરસિંહ અજમલ સિંહ અમીરગઢ આર.એફ.ઓ. કચેરીમાં જાણ કરતા તાત્કાલિક બે વન કર્મચારીઓ રબારીયા ગામમાં ખેતર માલિકના ખેતર આવી ગયા અને અજગરને પકડીને બહાર કોથળામાંની બોરીમો પૂરીને ખાપાના જંગલમાં હેમખેમ છોડી મૂકવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર