પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલી દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જાણ થતાં જ પાલનપુર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દુકાનોમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાક થયાનું અનુમાન છે, જેના કારણે દુકાન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલુ છે.
પાલનપુરમાં મોડી રાત્રે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં લાગી આગ

ટેગ્સ:#Emergency Services#Fire Brigade Response#Community Safety#Property Damage#Fire Investigation#Palanpur Fire Incident#Commercial Complex#Kozhi Area#Late Night Fire#Second Floor Shops#Financial Losses#No Injuries Reported#Fire Control Measures
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
