પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાથી પાટણના પરિવારને સંકટ સમયે રૂ.2 લાખની આર્થિક સહાય પ્રાપ્ત થઈ

માત્ર રૂ. 436 પ્રીમિયમથી પરિવારને મળ્યો રૂ.2 લાખનો સુરક્ષા સહારો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અનેક પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો બની રહી છે. ખૂબ જ ઓછા પ્રીમિયમમાં મળતી આ યોજના અંતર્ગત અચાનક મૃત્યુની પરિસ્થિતિમાં પરિવારને રૂ. 2 લાખની સહાય મળે છે, જે સંકટની ઘડીએ મોટી મદદરૂપ સાબિત થાય છે. ત્યારે પાટણના એક પરિવાર માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. પાટણના રોહિતકુમાર કનુભાઈ મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા ધારક હતા. તેઓ દર વર્ષે માત્ર રૂ.436 પ્રીમિયમ ભરી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલા હતા. અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું.
આ મુશ્કેલ સમયમાં યોજનાના નિયમ મુજબ તેમની પત્ની ગીતાબેનને રૂ.2 લાખની સહાય પ્રાપ્ત થઈ છે.મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે આ સહાય તેમના પરિવાર માટે મોટી આર્થિક મદદરૂપ બની છે. ખાસ કરીને રોહિતભાઈના બે બાળકોના અભ્યાસ માટે આ રકમ મહત્વપૂર્ણ સહારો સાબિત થઇ છે. સરકાર દ્વારા મળેલી આ મદદ માટે પરિવારજનોએ સરકારનો અને બેંક સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
17 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
17 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
