હાલમાં ચોમાસાના વરસાદને પગલે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામની આસપાસ આવેલી અરવલ્લીની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ અરવલ્લીના ડુંગરો પર ચાદરની જેમ હરિયાળી છવાઈ ગઈ છે. વરસાદનુ એક ઝાપટું પડ્યા બાદ જલોતરા ગામેથી દેખાતા ગુરુ પર્વતનો નઝારો અત્યંત રમણીય બન્યો હતો. ગુરુ શિખરને વાદળોએ ઘેરો ઘાલ્યો હોય અને ખેતરોમાં લીલીછમ મોલ લહેરાતો હોય તેવું વિહંગમ દ્રશ્ય સર્જાયું હતું. જલોતરા ગામેથી દેખાતો અરવલ્લી ગિરિમાળાનો ગુરુ પર્વત, જ્યાં વાદળો અને હરિયાળીનું અદભુત સંગમ સર્જાયું.
અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિનો સોહામણો નઝારો: જલોતરા ગામેથી ગુરુ પર્વતનું મનમોહક દૃશ્ય

ટેગ્સ:#Aravalli Hills
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
