પાટણમાં ધો -12 સાયન્સનું 85.12 % અને સા.પ્ર. નું 93.06% પરિણામ જાહેર

પાટણ માં 12 સાયન્સમાં 8 છાત્રો એ A ગ્રેડ અને સા.પ્ર.માં 46 છાત્રોએ એ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
ગુજરાત માધ્ય. અને ઉ. માધ્ય. શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સવારે માર્ચ - એપ્રિલ 2025 માં લેવાયેલી ધો 12 સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 10 :30 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યુ હતું .જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલ માં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલો માં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી ન હોવાનું જાણવા મળ્યું હતું.
પાટણ જિલ્લામાં 12 સાયન્સ નું પરિણામ જાહેર થતા જિલ્લા 1488 વિદ્યાર્થીઓ પૈકી 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે .જ્યારે 92 વિદ્યાર્થીઓ A2 અને 225 વિદ્યાર્થીઓ B1 અને 282 વિદ્યાર્થીઓ B2ગ્રેડ 322 વિદ્યાર્થીઓ C1માં અને 265 વિદ્યાર્થીઓ C2 જયારે 69 વિધાર્થીઓએ D અને 1 વિદ્યાર્થીએ E1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા નું ધો.12 સાયન્સ નું 85.12 % પરિણામ જાહેર થયું છે તો 12 સામાન્ય પ્રવાહ માં જિલ્લા 7120 વિદ્યાર્થીઓ પૈકી 46 વિદ્યાર્થીઓ A 1, 648 વિદ્યાર્થીઓ A2 ,1579 વિદ્યાર્થીઓ B1,1998 વિદ્યાર્થીઓ B2, 1643 વિદ્યાર્થીઓ C1, 636 વિદ્યાર્થીઓ C2,44 વિધાર્થીઓ D અને 1 વિદ્યાર્થીએ E1 ગ્રેડ મેળવ્યો હોવાની સાથે પાટણ જિલ્લા નું સામાન્ય પ્રવાહ નું 93.6 % પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લાના ધો.12 સામાન્ય પ્રવાહમા કેન્દ્ર વાઈઝ પરિણામ જોઈએ તો પાટણ 95.97%,સિદ્ધપુર 95.48 %, રાધનપુર 93.88 %,ચાણસ્મા 93.29%, કોઈટા 93.97 %, વાયડ 76.05 %, મેથાણ 97.30 %, ધીણોજ 88.41%, હારીજ 95.76%, શંખેશ્વર 92.76 %, વારાહી 96.98 %,સમી 95.98%,બાલીસણા 86.97 % પરિણામ જાહેર થવા પામ્યું છે. જેમાં સૌથી વધુ મેથાણનું 97.30% પરિણામ અને સૌથી ઓછું વાયડ 76.05 % રહેવા પામ્યું છે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્ર વાઈઝ પરિણામ જોઈએ તો પાટણ કેન્દ્રનું 87.03% , સિદ્ધપુર 85.15%, ચાણસ્મા 60.15% અને રાધન પુર 84.52 % પરિણામ આવ્યું છે જેમાં સૌથી વધુ પાટણ કેન્દ્રનું 87.03% અને સૌથી ઓછું ચાણસ્મા કેન્દ્રનું 60.98% પરિણામ આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan district#Server Issues#student achievements#Science Stream Performance#Gujarat Madhya Education Board#Std-12 Results#General Stream Performance#A1 Grade#Marks Distribution#Examination Results#Center-wise Analysis#Academic Statistics#Educational Outcomes#March-April 2025 Examinations#Local Education Performance
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
