રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લામાં મેધ તાંડવ સાંતલપુર-રાધનપુર પંથકમાં ૮ ઈંચ વરસાદ ખાબક્યો

પાટણ જિલ્લામાં મેધ તાંડવ સાંતલપુર-રાધનપુર પંથકમાં ૮ ઈંચ વરસાદ ખાબક્યો
ગામડાંઓ પાણીમાં ગરકાવ,રેસ્ક્યુ માટે મહેસાણાથી SDRFની ટીમ બોલાવાઈ : જરૂર પડે હેલિકોપ્ટરની મદદ પણ લેવાશે હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી મેધતાંડવ સજૉતા પાટણ જિલ્લાના સાંતલપુર-રાધનપુર પંથકમાં પડેલા ૮ ઈચ થી વધુ વરસાદના કારણે પંથકના ગામડાઓ પાણીમાં ગરક બનતાં જળબંબાકાર ની સ્થિતિ નું નિમૉણ થતાં મહેસાણાથી SDRFની ટીમ બોલાવવાની ફરજ પડી છે તો જરૂર પડે હેલિકોપ્ટરની મદદ પણ લેવાશે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. પાટણ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક થી પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે પાટણ જિલ્લાના સાંતલપુર-રાધનપુર પંથકમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડતાં સાંતલપુર અને રાધનપુરનાં અનેક ગામડાંમાં તારાજી સર્જાઇ છે, જેમાં ખાસ કરીને સાંતલપુરના વૌવા, બકુત્રા, દાત્રાણા અને રણમલપુરા સહિતનાં ગામો પાણીમાં ગરકાવ થયાં છે.તો બચાવ રાહત કામગીરી માટે મહેસાણાથી SDRFની ટીમ બોલાવવાની ફરજ પડી છે. સાંતલપુરના વૌવા, બકુત્રા, દાત્રાણા અને રણમલપુરા ગામનાં તળાવ ઓવરફ્લો થતાં ગામમાં 5 ફૂટથી વધુ પાણી ભરાઇ ગયાં છે. સાંતલપુર મા SDRF ની ટીમ દ્વારા વહેલી સવારથી ૪૦ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે, હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે અને મહેસાણાથી પણ એક SDRFની ટીમ બોલાવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જરૂર પડ્યે હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે તેવું પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું. વધુ મા તેઓએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી ને પગલે જિલ્લાની તમામ ટીમો કાર્યરત છે, બધા અધિકારીઓ રેડ એલર્ટ પર છે.નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે, જો જરૂર પડશે તો હાઇવે તોડીને પાણીનો નિકાલ કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર