રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા31 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં 20 આચાર્ય સહિત 742 શિક્ષકોની ભરતી કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં 20 આચાર્ય સહિત 742 શિક્ષકોની ભરતી કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં સરકારી અને બિનઅનુદાનિત શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જેમાં 20 બીન અનુદાનિત શાળાઓમાં આચાર્ય સહિત જિલ્લામાં કુલ 742 જેટલા શિક્ષકોની નવીન ભરતી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારી અને બિન અનુદાનિત શાળાઓમાં કુલ 804 ખાલી જગ્યાઓ સામે સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 370 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે બિનઅનુદાનિત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 261 શિક્ષકોને નિમણૂક પત્ર અપાયા છે. જ્યારે બિન અનુદાનિત શાળાઓમાં 20 જેટલા આચાર્યોને નિમણૂક પત્ર અપાયા છે તેમજ 91 જુના શિક્ષકોને બિન અનુદાનિત શાળાઓમાં નિમણૂક પત્ર અપાયા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 742 ની ભરતી કરવામાં આવી છે જ્યારે 62 શિક્ષકોની ભરતી કરવાની હજુ બાકી છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં 742 જેટલા શિક્ષકો નવા મળતા બનાસકાંઠામાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને આગામી દિવસોમાં શિક્ષણ સ્તર સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે .

સંબંધિત સમાચાર