રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

ભાભર મારામારી કેસમાં 7 આરોપીની ધરપકડ; 30 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો

ભાભર મારામારી કેસમાં 7 આરોપીની ધરપકડ; 30 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો
ભાભરમાં જાહેરમાં જીવલેણ મારામારીની ઘટના બની હતી. ત્યાર બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આરોપીઓને પકડીને કડકમા કડક સજા કરવા માગ કરી હતી. આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાડી સાઈડ કરવા મુદ્દે મારામારી થઈ હતી. જાહેરમાં ધોકા અને લાકડીઓ લઈને હૂમલો કરાયો હતો. મારામારીની ઘટનામાં બે જૂથના પાંચ લોકો ઘાયલ થયા હતાં. 30 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ કોઈ જાતિ વચ્ચેનો ઝઘડો નથી. ગાડીની સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી. જેમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. દરબાર અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ભાભર હાઇવે ઉપર જીવલેણ ઝગડો થયો હતો.આ હુમલામાં ઠાકોર સમાજના ખાડીશણ ગામના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પોલીસે 9 લોકો સામે નામજોગ તેમજ 30 લોકોના ટોળા સામે 307 અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાભરમાં થયેલી મારામારીની ઘટના બાદ કોંગ્રેસના સાંસદ અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે એક રેલી યોજી હતી. જેમાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવકો જોડાયા હતાં. તેમણે આ ઘટનામાં આરોપીઓને પકડીને કડક સજા કરવાની માગ કરી હતી. તેમણે રેલી કાઢી તે દરમિયાન પણ તોડફોડની ઘટના બની હતી. પોલીસે આ ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર