રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં 5 ઇંચ વરસાદમાં આબુ હાઇવે પાણીમાં ગરકાવ

પાલનપુરમાં 5 ઇંચ વરસાદમાં આબુ હાઇવે પાણીમાં ગરકાવ
બિહારી બાગ પાસે વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ: વાહનો ખોટકાતા ચાલકો પરેશાન ચાણક્યપુરીમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોમાં રોષ; પાલનપુરમાં ગત રાત્રે ખાબકેલા 5 ઇંચ વરસાદને પગલે પાલનપુર- અમદાવાદ હાઇવે બેટમાં ફેરવાયો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. પાલનપુરમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે 5 ઇંચ વરસાદ ખાબકતા શહેરનો આબુ હાઇવે બેટમાં ફેરવાયો હતો. રાજસ્થાન ને જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બિહારી બાગ પાસે ઘૂંટણ સમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અનેક વાહનો પાણીમાં ફસાતા બંધ થઈ ગયા હતા. વાહન ચાલકો ધક્કા મારીને પાણીમાંથી વાહનો બહાર નીકાળતા નજરે પડ્યા હતા. પાલનપુર -આબુરોડ હાઇવે પર આવતા જતા વાહનચાલકો અટવાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે પોલીસે આવી નાના વાહનો ને ડાયવર્ઝન આપ્યું હતું. જ્યારે ભારે વાહનો માટે વન-વે કરવાની ફરજ પડી હતી. ફરી એક વાર પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીની કારણે આબુ હાઇવે બેટમાં ફેરવાયો હતો. પાલનપુરમાં 5 ઇંચ વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેમાં લડબી નદીમાં પાણી આવતા શહેરના આબુ હાઇવે પર આવેલી ચાણક્યપુરી સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ચાણક્યપુરીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા આખી રાતનો ઉજાગરો કરી બેસી રહ્યા હતા. જોકે, તંત્ર મદદે ન આવતા લોકોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત શહેરના નીચાણવાળા અનેકવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જોકે, બપોર સુધીમાં પાણી ઓસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સંબંધિત સમાચાર