રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 સપ્ટેમ્બર, 2025| Super Admin

દિવાળી પહેલાં શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવા ઢેકો અપાશે : કારોબારી ચેરમેન

દિવાળી પહેલાં શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવા ઢેકો અપાશે : કારોબારી ચેરમેન
કારોબારી બેઠકમાં શહેરના વિકાસ માટેના ૪૨ કામોને મંજૂરી આપવામાં આવી; પાટણ નગરપાલિકાના સભાખંડમાં શુક્રવારે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કારોબારી ની બેઠક યોજાઈ હતી. સભામાં શહેરના વિકાસ માટેના ૪૨ કામોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં રૂ.૫ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટેની જગ્યા નક્કી કરવાનો ઠરાવ કરાયો છે. નગરપાલિકાએ ભીના અને સૂકા કચરાને અલગ કરવા માટે મશીન વસાવવાની મંજૂરી આપી છે. મહેકમના ૧૫% આધારે એપ્રેન્ટિસની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. ગેરકાયદેસર હોર્ડિંગ્સ મામલે સંબંધિત એજન્સીઓ સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. ભવિષ્યમાં હોર્ડિંગ્સ, ગેન્ટ્રી બોર્ડ અને પોલ બોર્ડ માટે એક સાથે નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે કોન્ટ્રાક્ટરને ઠેકો આપવામાં આવશે. દિવાળી પહેલાં શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવાની ખાતરી આપવામાં આવી છે. નવરાત્રી બાદ ૨૫ થી ૩૦ નવા ટેન્ડરો દ્વારા શહેરના રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવશે. કનસડા દરવાજા પાસે નગરપાલિકાના શૌચાલય નજીક સેનેટરી પેડ અને ડાયપર જેવા ઘરેલું જોખમી કચરાને બાળવા માટેનું મશીન મૂકવામાં આવશે.આ પ્રોજેક્ટ માટે રૂ.૧૨.૫૦ લાખનો ખર્ચ સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ માંથી કરવામાં આવશે. પ્રોજેક્ટમાં મશીન શેડ, ચીમની અને મિની એસ.ટી.પી. પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કારોબારી ચેરમેન સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર