રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 નવેમ્બર, 2025| Super Admin

ડીસા નજીકથી 3.57 લાખનો વિદેશી દારૂ, આઈસર ટ્રક ડ્રાઈવરની ધરપકડ

ડીસા નજીકથી 3.57 લાખનો વિદેશી દારૂ, આઈસર ટ્રક ડ્રાઈવરની ધરપકડ
 LCBની સપાટો: રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડાઈ રહેલો 13.67 લાખનો મુદ્દામાલ ઝડપાયો બનાસકાંઠા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કંસારી ગામ નજીકથી એક આઇસર ટ્રકને આંતરીને તેની તપાસ કરી હતી, જેમાં ટ્રકના ચેસીસની વચ્ચે ગુપ્ત ખાનું બનાવીને છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તા. 12/11/2025 ના રોજ એલ.સી.બી. સ્ટાફના પ્રવિણભાઈ ભીમાજી અને ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના હાઇવે રોડ પર કંસારી સર્વોત્તમ હોટલની સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ, રાજસ્થાન તરફથી આવી રહેલી લાલ કલરની આઇસર ટ્રક (નંબર: RJ19GH4936) ને રોકીને તપાસ કરતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડીસા નજીકથી ઝડપાયેલા આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે આઈસર ટ્રકના ડ્રાઈવર ન્યાલખાન સ/ઓ નવાબખાન સમેજા (ઉં.વ. 29, રહે. પાબુસરીયા, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. આ દારૂ ભરી આપનાર તેનો શેઠ ડુંગરારામ શંકરારામ જાટ (ચૌધરી) (રહે. બાડમેર, રાજસ્થાન) વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1104 બોટલ જપ્ત કરી છે, જેની બજાર કિંમત 3,57,990/- અંદાજવામાં આવી છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ આઈસર ટ્રક (કિ.રૂ. 10,00,000/-) અને આરોપી પાસેથી મળેલ એક મોબાઇલ ફોન (કિ.રૂ. 10,000/-) પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, એલ.સી.બી.એ દારૂ અને વાહન સહિત કુલ 13,67,990/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપી ન્યાલખાને કબૂલાત કરી હતી કે આ દારૂ તેના શેઠ ડુંગરારામે ભરી આપ્યો હતો અને તેને ગુજરાતમાં મહેસાણાથી અમદાવાદ તરફ જવાનો હતો. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વોન્ટેડ આરોપી ડુંગરારામને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર