રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 જુલાઈ, 2025| Super Admin

અમીરગઢમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા...!

અમીરગઢમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા...!
ઉત્તર ગુજરાત માં ભારે વરસાદની આગાહી ના પગલે બનાસકાંઠા માં પણ ધોધમાર વરસાદે એન્ટ્રી કરી હતી. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વહેલી સવારે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. અમીરગઢ પંથક માં છેલ્લા 24 કલાક માં 3 ઈંચ થી પણ વરસાદ ખાબકી ગયો હતો. ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રેલવે અંડરબ્રિજ બન્યો ત્યાર થી ઇકબાલગઢ ગામ લોકો માટે માથાનો દુખાવો બનવા પામ્યો છે. વરસાદના સમયમાં રેલવે અંદર બ્રિજના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે. વિદ્યાર્થીઓ ને શાળામાં જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ સમયસર કરવામાં આવતો નથી. આજના વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ ઉપર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ શરૂ થતાં જ APMC માર્કેટમાં ફરી વાર વરસાદનું પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઇકબાલગઢ હાઇવે પંચવટી સુધીનો રસ્તો બિસ્માર હાલત માં પડ્યો છે. વરસાદ ના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ગુજરાત ના પ્રસિદ્ધિ સ્થળ એવા કેદારનાથ મહાદેવ અને વિશ્વેસ્વર મહાદેવ જવાના પ્રવેશ દ્વાર માં જ મોટા ખાડાઓ ને કારણે પ્રયટકો માં રોષની લાગણી ફેલાયેલી છે.

સંબંધિત સમાચાર