રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 ઑક્ટોબર, 2025| Super Admin

પાટણમાં 200 મહિલાઓએ સમૂહમાં કરવા ચોથનું પુજન કરી પતિના નિરોગી આયુષ્યની કામના કરી

પાટણમાં 200 મહિલાઓએ સમૂહમાં કરવા ચોથનું પુજન કરી પતિના નિરોગી આયુષ્યની કામના કરી

આસો મહિનાના વદ પક્ષની ચોથ એટલે કરવા ચોથના પવિત્ર અવસરે શુક્રવારે પાટણ શહેરમાં નાણાવટી સ્કૂલ પાસે 200 જેટલી સૌભાગ્યવતી મહિલાઓએ સમૂહમાં પૂજન-અર્ચન કર્યું હતું. પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે મહિલાઓએ નિર્જળા વ્રત રાખીને આ ઉજવણી કરી હતી. આ વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ પૂર્ણ થાય છે. મહિલાઓ સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ધ્ય અર્પણ કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને વ્રત ખોલે છે. આ દિવસે કરવા માતા, ભગવાન શિવ, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય ની પૂજા કરવામાં આવે છે.પાટણના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહમાં કરવા ચોથની પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત  સુભાષચોક વિસ્તારની આશરે 200 મહિલાઓએ એકસાથે પૂજા કરી વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.    

સંબંધિત સમાચાર