રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામની સીમમાં જુગાર રમતા ૨૦ જુગારીયા ઝડપાયા

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામની સીમમાં જુગાર રમતા ૨૦ જુગારીયા ઝડપાયા
એલસીબી પોલીસનો સપાટો,૩.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત; બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામની સીમમાં ચાલતા એક મોટા જુગારધામ પર દરોડો પાડી ૨૦ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૩,૮૩,૭૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબીના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ચંદાજી ગોળિયા ગામની સીમમાં આવેલા પરેશકુમાર ખેતાજી માળીના ખેતરમાં તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમી રહેલા ૨૦ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ગંજીપાના, રોકડા રૂ. ૨૩,૭૫૦/-, ૧૬ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૮૦,૦૦૦/-), અને ૮ મોટર સાયકલ (કિંમત રૂ. ૨,૮૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૩,૮૩,૭૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ પર જુગારધારા હેઠળ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે અને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે. જ્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફ અને સ્થાનીક બીટ જમાદારની કામગીરી પર સવાલો ઉભા થયા છે. જો એલસીબી પોલીસ જિલ્લામાંથી આવી જુગારધામ ઝડપી શકતી હોય તો સ્થાનિક પોલીસ શું કરતી હતી?  ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના બાહોશ પીઆઈ દ્વારા ડી સ્ટાફ અને બીટ જમાદારોને ફરજનું ભાન કરાવે તે  જરૂરી છે.

સંબંધિત સમાચાર