રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 મે, 2025| Super Admin

ભાભરના રૂની ગામે ભુજ સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા ૧૫ જુગારીયા ઝડપાયા

ભાભરના રૂની ગામે ભુજ સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા ૧૫ જુગારીયા ઝડપાયા
ગામના પૂર્વ સરપંચના ખેતરમાંથી જુગારનો અડ્ડો ઝડપાયો ; ભાભર તાલુકાના રૂની ગામે પૂર્વ સરપંચના ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર ભુજ સાઈબર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી ૧૫ જુગારીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાઈબર ક્રાઇમ ભુજને ભાભર તાલુકાના રૂની ગામે શંકરભાઈ ગંગારામભાઈ ચૌધરીના કબ્જાના ખેતરની વાડીની ઓરડીમાં બહારથી ખેલીઓ બોલાવી ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. જેથી આકસ્મિક રેડ કરતાં જુગારના અડ્ડાનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ ઉપર તલાસી લેતાં જુગારીયા પાસેથી રૂ.૩,૭૪,૮૦૦ રોકડ, મોબાઈલ નંગ ૧૬ (કિંમત રૂ. ૮૦,૦૦૦/) તેમજ ૩ ફોર વ્હીલર કાર અને ૧ બાઈક સહિત કુલ રૂ.૧૨,૮૪,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી ૧૫ જુગારીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર પોલીસ મથકે ફરીયાદી મનજીભાઈ કુરશીભાઈ (કોન્સ્ટેબલ સાઈબર ક્રાઇમ ભુજ) ની ફરિયાદ આધારે પોલીસે ૧૫ જુગારીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા જુગારીયાની યાદી ૧.શંકરભાઈ ગંગારામભાઈ ચૌધરી, રહે.રૂની,તાલુકો ભાભર ૨.રાયમલભાઈ વાલાભાઈ દેસાઈ, રહે. બંધવડ તાલુકો રાધનપુર ૩.મહેન્દ્રભાઈ કરણાભાઈ આહીર, રહે.અઘાર તા. સરસ્વતી ૪.નારણગીરી પાટગીરી ગૌસ્વામી, રહે. મોરવાડા તાલુકો સુઈગામ ૫.રગનાથભાઈ આંબાભાઈ ચૌધરી, રહે. ખારા તાલુકો ભાભર ૬ .રણછોડભાઈ ભગવાનભાઈ ઠાકોર, રહે. બંધવડ તાલુકો રાધનપુર ૭ .રાણાભાઇ શંકરભાઈ માળી, રહે. ભાભર ચંદ્રલોક સોસાયટી ૮.સવજીભાઈ ધુડાજી  સોલંકી, રહે. અઘાર તાલુકો સરસ્વતી ૯.ઈમ્તિયાઝ ભૂરમીયા સિંધી, રહે. સાથલી તાલુકો રાધનપુર ૧૦.મુકેશભાઈ નાથાભાઈ રાવલ,રહે. મોટી પીપળી તાલુકો રાધનપુર ૧૧.માનાભાઈ કુંવરશીભાઈ ઠાકોર, રહે.માનપુરા તાલુકો ભાભર ૧૨.જેસલજી બળવતસિંહ સોલંકી, રહે. કારેલા તાલુકો ભાભર ૧૩.પરબતભાઈ વિરમભાઈ પટેલ, રહે. બોરુડા તાલુકો સાંતલપુર ૧૪. દલાભાઈ અરજણભાઈ પટેલ,રહે. સાથલી તાલુકો રાધનપુર ૧૫.જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ દેસાઈ, રહે. અઘાર તાલુકો સરસ્વતી.

સંબંધિત સમાચાર