રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 ફેબ્રુઆરી, 2026| Super Admin

ધરણીધરના જોડીયાળી માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું : ખેડૂતોને ભારે નુકસાન

ધરણીધરના જોડીયાળી માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું  : ખેડૂતોને ભારે નુકસાન
વાવ થરાદ સરહદી પંથકમાં કેનાલો તૂટવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાંથી પસાર થતી જોડીયાળી માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડતા વિસ્તારમાં ફરી એકવાર નર્મદા વિભાગના તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. અંદાજે 15 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થયો છે. કેનાલ તૂટવાના કારણે આસપાસના ખેતી વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. જેનાપરિણામે ખાસ કરીને એરંડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. પાક તૈયાર થવાના સમયે પાણી ભરાવાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની ગુણવત્તામાં ગંભીર ખામીઓ છે. અને સમયસર મરામત તથા દેખરેખ ન રાખવાના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓની બેદરકારીના પાપે ફરી એકવાર ખેડૂતને નુકસાન સહન કરવું પડ્યું છે. ઘટનાની જાણ થતા ખેડૂતોએ તાત્કાલિક સ્થળ પર સર્વે કરી પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવા તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કેનાલની મજબૂત મરામત અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. સરહદી પંથકમાં પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો આ રીતે વેડફાટ થતો હોવા છતાં તંત્ર દ્વારા ગંભીરતા ન દાખવવામાં આવતી હોવાનો રોષ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે.  

સંબંધિત સમાચાર