રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2025| Super Admin

મડાલમાં રાયડા અને એરંડાના પાક વચ્ચે 11 કિલો અફીણના ડુંડા મળ્યા, બે ખેડૂત ફરાર

મડાલમાં રાયડા અને એરંડાના પાક વચ્ચે 11 કિલો અફીણના ડુંડા મળ્યા, બે ખેડૂત ફરાર

બનાસકાંઠા જિલ્લા પોલીસે લાખણી તાલુકાના મડાલ ગામમાં પોલીસે બે અલગ-અલગ ખેતરોમાં કાર્યવાહી કરીને 11 કિલોથી વધુ અફીણના ડુંડા જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં બે ખેડુતો ફરાર થઇ જતાં ગુનો દાખલ કરવાની કામગીરી કરી હતી. બનાસકાંઠા જીલ્લાની એસઓજી પોલીસને બાબુભાઈ હરજીજી ઠાકોર નામના ખેડુતે રાયડાના પાકની આડમાં અફીણના ડુંડાની ખેતી કરી હોવાની ખાનગી બાતમી મળી હતી. તેમના ખેતરમાંથી 1.742 કિલોગ્રામ અફીણના ડુંડા મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત રૂ.17,420 થવા પામી હતી. બીજા ખેડુત નથાજી હરજીજી ઠાકોરે એરંડાના પાકની વચ્ચે અફીણના ડુંડા છુપાવ્યા હતા. તેમના ખેતરમાંથી 9.312 કિલોગ્રામ અફીણના ડુંડા મળી આવ્યા છે. આ જથ્થાની કિંમત રૂ. 93,120 થવા પામી હતી. પોલીસે કુલ 11.54 કિલોગ્રામ અફીણના ડુંડા જપ્ત કર્યા છે. આ સમગ્ર જથ્થાની બજાર કિંમત રૂ. 1,10,540 થવા જાય છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓએ કાયદેસરના પાકની આડમાં ગેરકાયદે અફીણની ખેતી કરી હતી.આ બનાવને પગલે અસામાજીકતત્વોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.

સંબંધિત સમાચાર