સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સહકારી જીન રોડ પર બનેલા અકસ્માતમાં 108 તાત્કાલિક સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન 108 મા ફરજ બજાવતા ઈ.એમ.ટી. ભાર્ગવકુમાર પટેલ અને પાયલટ રિતેશ પટેલ દ્વારા પોતાની ફરજ સાથે માનવતા અને પ્રામાણિકતાનું અનોખું કાર્ય કર્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દી પાસે રહેલી કિંમતી વસ્તુઓ – અંદાજે 2.5 તોલાનો સોનાની ચેઇન, 1 મોબાઈલ ફોન અને 1 ચાવી – કુલ લગભગ રૂ. 2,50,000/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.આ પ્રસંગે 108 ના કર્મચારીઓએ ફરજ સાથે માનવતા, ઈમાનદારી અને જવાબદારીની ભાવનાનું પ્રદર્શન કરી સમાજમાં પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આપાતકાલીન સેવા તરીકે 108 એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓને સારવાર માટે જ નહિ, પરંતુ નાગરિકોની કિંમતી સંપત્તિની સુરક્ષા માટે પણ વિશ્વાસપાત્ર સાબિત થઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લાની 108 ના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
