બનાસકાંઠાનું મુખ્ય વેપારી મથક અને એશિયામાં હબ તરીકે ઓળખાતું ડીસા માર્કેટયાર્ડ આજથી ૧૦ દિવસ માટે બંધ રહેશે. હોળી અને ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડના સત્તાધીશો અને વેપારી મંડળ દ્વારા રજાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડીસા માર્કેટયાર્ડમાં મોટાભાગની મજૂરી કામગીરી સાથે રાજસ્થાની મજૂરો જોડાયેલા છે. રાજસ્થાનમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોવાથી, દર વર્ષે આ સમયે મજૂરો મોટી સંખ્યામાં પોતાના માદરે વતન જતા હોય છે. મજૂરોની ગેરહાજરીમાં યાર્ડમાં માલની આવક અને લોડિંગ-અનલોડિંગની કામગીરી શક્ય ન હોવાથી વેકેશન રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી આગામી ૧૦ દિવસ સુધી યાર્ડમાં હરાજી અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે. ખેડૂતોને પોતાનો ખેતપેદાશ અત્યારે યાર્ડમાં ન લાવવા વિનંતી કરવામાં આવી છે, જેથી તેમને હાલાકી ન ભોગવવી પડે છે સીઝનનો સમય હોવા છતાં, મજૂરોની અછતને કારણે દર વર્ષે આ પ્રકારે બ્રેક લેવો અનિવાર્ય બને છે. વેકેશન પૂર્ણ થયા બાદ ફરી એકવાર યાર્ડ ધમધમતું થશે અને રાબેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવશે. હોળીના તહેવારને લઈ હાલ ડીસાના બસ સ્ટેન્ડ અને ખાનગી ટ્રાવેલ્સમાં પણ વતન જઈ રહેલા મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ડીસા માર્કેટયાર્ડમાં આજથી 10 દિવસનું વેકેશન : હોળી પર્વને લઈ મજૂરો વતન રવાના

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
