શું છે All Eyes on Rafah? કેમ છે આ શબ્દ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં? જાણો તેનો અર્થ

ગુજરાત
ગુજરાત

ઓલ આઇઝ ઓન રફાહ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તમે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે પણ આ જોયું હશે, પરંતુ શું તમે જાણો છો કે All Eyes on Rafah નો અર્થ શું છે – આનો સીધો સંબંધ ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ સાથે છે . વાસ્તવમાં, રવિવારે (26 મે) રાત્રે, ઇઝરાયેલે હમાસના હુમલાનો બદલો લીધો અને રફાહ શહેરમાં શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો. જેમાં 45થી વધુ લોકોના મોત થયા હતા.

ઈઝરાયેલ દ્વારા રફાહ પરના હુમલા બાદ વિશ્વ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉભું થયું હતું. દુનિયાભરના લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. 26 મેના રોજ રફાહ પર ઇઝરાયેલના હવાઈ હુમલાની વૈશ્વિક નિંદા અને તીવ્ર પ્રતિક્રિયાઓ છતાં, ઇઝરાયેલે 28 મે, મંગળવારના રોજ રફાહ પર બોમ્બમારો કર્યો હતો.

ન્યૂઝ એજન્સી રોયટર્સે ગાઝામાં સ્વાસ્થ્ય અધિકારીઓને ટાંકીને કહ્યું કે તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે. અલ-મવાસી રફાહની પશ્ચિમે આવેલો તટીય વિસ્તાર છે. ઈઝરાયેલે રફાહના લોકોને સલામતી માટે અહીંથી ખસી જવાની સલાહ આપી હતી.

શું છે All Eyes on Rafah?

ICJના નિર્ણય છતાં ઇઝરાયેલ અટક્યું નહીં

આ હુમલો ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના 24 મેના રોજ આપવામાં આવેલા નિર્ણય બાદ થયો છે. આમાં ICJએ ઇઝરાયલને રફાહમાં તેની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ઈઝરાયેલ આ આદેશનું પાલન કરવાનો ઈન્કાર કરી રહ્યું છે. ઈઝરાયેલનો દાવો છે કે રફાહ હુમલામાં તેના નિશાન હમાસના અધિકારીઓ હતા. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને “દુ:ખદ ઘટના” ગણાવી. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ઈઝરાયેલની ટીકા થઈ રહી છે

આંતરરાષ્ટ્રીય નિંદા અને ટીકા છતાં, રફાહમાં ઇઝરાયેલી સેનાની પ્રવૃત્તિઓ ચાલુ છે. સમાચાર એજન્સી રોયટર્સે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે રફાહમાં અલ-અવદા મસ્જિદ પાસે ઇઝરાયેલની ટેન્ક જોવા મળી હતી. ન્યૂઝ એજન્સી ડીપીએએ એક ઈઝરાયેલની વેબસાઈટને ટાંકીને કહ્યું કે ઈઝરાયેલની સેનાએ તાલ અલ-સુલતાન વિસ્તારમાં ટેન્ક તૈનાત કરી છે જ્યાં 26 મેના રોજ હુમલો થયો હતો. જો કે, ઇઝરાયેલી સેનાએ આ અહેવાલોની પુષ્ટિ કરી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.