વાયરલ/ લગ્નના કાર્ડમાં પેક કરવામાં આવી એવી વસ્તુ કે જોઈને મહેમાનો પણ ચોંકી ગયા – જુઓ વીડિયો

ગુજરાત
ગુજરાત

લગ્ન પહેલા આમંત્રણ કાર્ડનું ખૂબ મહત્વ છે. લગ્નના કાર્ડની ડિઝાઈન, પેકેજિંગ, દરેક વસ્તુની ખૂબ જ બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. એટલા માટે આજકાલ લોકો લગ્નના કાર્ડમાં આવી ક્રિએટીવીટી કરવા લાગ્યા છે, જે જોઈને બધા ચોંકી જાય છે. આવા જ એક અજીબોગરીબ લગ્નના કાર્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ કાર્ડને જ્યારે વ્યક્તિએ ખોલ્યું, તો સૌથી પહેલા ઘણા બધા કાર્ડ નીકળ્યા, જેમાં લગ્ન વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ બધા કાર્ડની નીચે મળેલી વસ્તુઓ જોઈને દરેકની આંખો પહોળી થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બોક્સની અંદર શું હતું

આ વાયરલ વીડિયોમાં વ્યક્તિને આમંત્રણ બોક્સમાં કંઈક એવું જોવા મળ્યું જેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. વાસ્તવમાં, તે બોક્સમાંથી લગ્નના કાર્ડ સિવાય ડ્રાયફ્રૂટ્સ અને દારૂની બોટલ મળી આવી હતી. લગ્નના કાર્ડ ઉપરાંત આમંત્રણ આપનાર લોકોએ આમંત્રણ પેટીની અંદર દારૂની બોટલ પણ રાખી હતી. આ જોઈને લોકોએ વીડિયો પર ખૂબ જ ફની કમેન્ટ્સ કરી. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સતત શેર પણ કરે છે.

આ વિડિયો જુઓ

https://www.instagram.com/reel/C7O8g6iPHtr/?utm_source=ig_embed&ig_rid=8662c1c5-7ba9-4d20-8e3b-70a12e169dfc

લોકો કરી રહ્યા છે ટીપ્પણી 

love.connection_ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. વીડિયો પર લાખો વ્યૂઝ છે અને ઘણા લોકોએ તેને પસંદ પણ કર્યો છે. એક વ્યક્તિ રમુજી ટિપ્પણી કરે છે અને લખે છે, “આ ખાસ મિત્ર માટે હશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.