પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આકરી ઝાટકણી કાઢી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મામલે સુનાવણી દરમિયાન દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આ એક આયોજનબદ્ધ છેતરપિંડી જેવું છે. તેનાથી લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી છે. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં 24000 શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે આ ભરતી પ્રક્રિયાને આયોજનબદ્ધ છેતરપિંડી ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 25,753 શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂક સંબંધિત ડિજિટલ રેકોર્ડ જાળવવા અધિકારીઓની ફરજ છે. જાહેર નોકરીઓ ઘણી ઓછી છે.

આવી સ્થિતિમાં જો લોકોની આસ્થા ડગમગી જશે તો કંઈ બચશે નહીં. આ એક સુનિયોજિત છેતરપિંડી જેવું છે. સીજેઆઈએ પશ્ચિમ બંગાળ સરકારના વકીલોને પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આજે જાહેર નોકરીઓની સંખ્યા ઘણી ઓછી છે. તે સામાજિક ગતિશીલતા માટે જોવામાં આવે છે. જો નિમણૂક બદનામ થશે તો સિસ્ટમમાં શું બાકી રહેશે? આ રીતે લોકોનો વિશ્વાસ ઉઠી જશે. શું તમે આ સહન કરશો? આ મામલો કોઈપણ રીતે સંવેદનશીલ કે રાજકીય રીતે જટિલ ન હોવો જોઈએ. અમે માત્ર વકીલો છીએ. હાઈકોર્ટના જજો પર આરોપ લગાવવાથી કોઈ ફાયદો થશે નહીં


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.