હવામાન વિભાગે ભર ઉનાળે કરી ઘાતક આગાહી, આ રાજ્યોમાં મેઘરાજ બોલાવશે ઘબધબાટી

ગુજરાત
ગુજરાત

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે શનિવારે દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. IMDએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, “ઉત્તરાખંડ, તમિલનાડુ અને રાજસ્થાનમાં આગામી 3 કલાક દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.” દક્ષિણ પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને વીજળી પડવાની પણ શક્યતા છે.

આગામી 3 કલાક દરમિયાન દક્ષિણ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મેઘાલય, દક્ષિણ-પૂર્વ અરુણાચલ પ્રદેશ, દક્ષિણ-પૂર્વ આસામ, મણિપુર, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં પણ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન 39 થી 29 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.

શુક્રવારે મોડી સાંજે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ અને હળવો વરસાદ થયો હતો. જે બાદ ફ્લાઈટોને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી. ધૂળની ડમરીઓ હતી અને છૂટાછવાયા વરસાદ બાદ અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ઘણી જગ્યાએ ધૂળના કારણે વિઝિબિલિટી ઘટી છે.

રાજસ્થાનમાં ભારે ગરમી યથાવત

બિકાનેર અને જોધપુર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં જોરદાર અને ધૂળવાળા વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, 11 મેના રોજ પણ બીકાનેર, જોધપુર, અજમેર, ઉદયપુર, કોટા, જયપુર અને ભરતપુર ડિવિઝનના કેટલાક ભાગોમાં વાવાઝોડાની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળ ભરેલું વાવાઝોડું આવવાની સંભાવના છે. 12-13 મેના રોજ છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડાની ગતિવિધિઓ ચાલુ રહેવાની શક્યતા છે. તેની અસરને કારણે આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને 11 મેથી ગરમીના મોજામાંથી રાહત મળશે.

બેંગલુરુમાં ભારે વરસાદ

કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે બેંગલુરુમાં રાત્રે ભારે વરસાદને કારણે ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ઈન્ટરનેશનલ પેસેન્જર પ્લેન સહિત અનેક ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવ્યા છે. BIAL અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારે પવન સાથે ભારે વરસાદને કારણે, ફ્લાઇટ્સ રાત્રે 9:35 થી 10:29 વાગ્યાની વચ્ચે એરપોર્ટ પર ઉતરાણ કરી શકી ન હતી, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી.”

ભારે પવન સાથે વરસાદના કારણે શહેરના જયનગર, નૃપથુંગા નગર અને આરઆર નગર સહિતના અનેક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 33 અને 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.