
વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં ન્યુયોર્ક નંબર વન આવ્યું
વિશ્વના મોટા અને આધુનિક શહેરો વધુ ને વધુ ખર્ચાળ બનતા જઈ રહ્યા છે અને તેમાં અમેરિકાનું વ્યાપારી મથક ન્યુયોર્ક વિશ્વના સૌથી વધુ ખર્ચાળ 20 શહેરોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.જેણે વર્તમાનમાં ખર્ચાળ શહેરોની યાદીમાં હોંગકોંગને પણ પાછળ રાખી દીધુ છે.અમેરિકામાં વધતા જતા ફુગાવા તથા હોટલ સહિતના ખર્ચમાં પણ વધારાને ધ્યાનમાં રાખીને કોસ્ટ ઓફ લીવીંગ રેન્કીંગ 2023 તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં ન્યુયોર્ક નંબર વન બન્યુ છે.જયારે હોંગકોંગ નંબર ટુ અને જીનીવા નંબર ત્રણ તથા લંડન નંબર ચાર પર છે.જ્યારે પાંચમા ક્રમે સિંગાપોર આવી ગયું છે અને વધતા જતા ભાડા તથા અન્ય ખર્ચના કારણે સિંગાપોરને પ્રથમ પાંચમાં સ્થાન મળ્યું છે,જે ગત વર્ષે 13માં સ્થાને હતું.આ સિવાય દક્ષિણ પુર્વ એશિયાનું ફાઈનાન્સીયલ હબ ગણાતા સિંગાપોરમાં એશિયાના ધનવાનોએ વસવાનું પસંદ કર્યુ છે એટલું જ નહી તેની એર સહિતની કનેકટીવીટી પણ વધી રહી છે.જયારે તુર્કીનું ઈસ્તંબુલે 108 માંથી 95માં સ્થાને આવ્યુ છે.જયાં રહેણાંક સહિતના મકાનોના ભાડામાં 80 ટકા જેવો વધારો થયો છે,જયારે દુબઈ કે જયાં ભારતીય સહિત વિશ્વના ધનવાન લોકો સેક્ધડ હોમ ધરાવે છે તે બારમા સ્થાને આવ્યું છે.આમ યુરોપ અને લેટીન અમેરિકા સહિતના દેશોમાં જે રીતે મોંઘવારી વધી છે તેના કારણે નોર્વે,સ્વીડન સહિતના દેશોના શહેરો વધુ મોંઘા બન્યા છે,જયારે ચાઈનામાં ચલણ નબળુ પડતા તે ડોલરની ગણતરીએ મોંઘુ બન્યુ છે.