રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદિત ટીપ્પણી કરીને ફસાયા LDF નાં ધારાસભ્ય અનવર, કેરલ પોલીસે નોંધી ફરિયાદ 

ગુજરાત
ગુજરાત

એલડીએફ ધારાસભ્ય પીવી અનવરના રાહુલ ગાંધી પરના વિવાદાસ્પદ નિવેદન બાદ કેરળમાં રાજકીય તોફાન મચી ગયું છે. રાહુલને નિમ્ન કક્ષાનો નાગરિક ગણાવતા અનવરે તેના પર ‘ડીએનએ ટેસ્ટ’ની માંગ કરી હતી. વધી રહેલા વિવાદ વચ્ચે ધારાસભ્ય વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી અટકથી બોલાવવાને લાયક નથી

નિલામ્બુર વિધાનસભા સીટના અપક્ષ ધારાસભ્ય અનવરે 22 એપ્રિલે કેરળના પલક્કડ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘હું વાયનાડનો ભાગ છું, જે રાહુલ ગાંધીનો વિસ્તાર છે. હું તેમની અટક ગાંધી કહી શકતો નથી. તેઓ એવા નિમ્ન કક્ષાના નાગરિક બની ગયા છે કે તેઓ ગાંધી અટકથી બોલાવવાને લાયક નથી. હું આ નથી કહેતો. દેશની જનતા છેલ્લા બે દિવસથી આવું કહી રહી છે.

આ કલમો હેઠળ કેસ નોંધાયેલ

FIR મુજબ, મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્દેશ પર શુક્રવારે નટુકલ પોલીસ સ્ટેશનમાં એલડીએફ ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અનવર વિરુદ્ધ IPCની કલમ 153A અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ કોર્ટે વકીલ બૈજુ નોએલ રોઝારિયોની ફરિયાદ પર આ નિર્ણય લીધો છે.

રાહુલે વિજયન વિરુદ્ધ ટિપ્પણી કરી હતી

વાસ્તવમાં, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણીને કારણે અનવર ગુસ્સામાં હતા. રાહુલે કેરળમાં તાજેતરની રેલીઓમાં મુદ્દો ઉઠાવ્યો હતો કે શા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ વિજયનની પૂછપરછ કરી નથી અને ભ્રષ્ટાચારના અનેક આરોપો હોવા છતાં શા માટે તેની ધરપકડ કરવામાં આવી નથી. તે જ સમયે, વિજયને અનવરની ટિપ્પણીને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા ટીકાથી પરના વ્યક્તિ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.