દિલ્હીના પોશ વિસ્તારમાં ડોક્ટરની ઘાતકી હત્યા, રસોડામાં લોહીથી લથપથ લાશ મળી

ગુજરાત
ગુજરાત

શુક્રવારે (10 મે) દિલ્હીના જંગપુરા વિસ્તારમાં 63 વર્ષીય ડોક્ટરનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ ઘરના રસોડામાં રાખવામાં આવ્યો હતો. મૃતક ડોક્ટરનું નામ યોગેશ ચંદ્ર પોલ છે. તેઓ વ્યવસાયે તબીબ હતા. પોલીસને સાંજે 6 વાગે મામલાની માહિતી મળી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ડોક્ટરના મૃતદેહનો કબજો લઈ આરોપીની શોધ શરૂ કરી હતી. મૃતક ડોક્ટર યોગેશ ચંદ્રાની પત્ની દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે.

પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 3 થી 4 લોકો લૂંટના ઈરાદે ઘરમાં ઘુસ્યા, ત્યારબાદ તેઓએ પાળેલા કૂતરાને રૂમમાં બંધ કરી દીધો હતો, ત્યારબાદ તેઓએ ડોક્ટરના હાથ-પગ બાંધી દીધા, બાદમાં તેઓએ ડોક્ટરની હત્યા કરી નાખી હતી. મામલાની માહિતી મળ્યા બાદ પોલીસ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.