મુખ્તાર અંસારીના મોત બાદ CM યોગીએ બોલાવી બેઠક, UPમાં 144 લાગુ

ગુજરાત
ગુજરાત

હાર્ટ એટેકના કારણે મુખ્તાર અંસારીના મોત બાદ મૌમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. બાંદામાં પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના ઘરે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં DGP પ્રશાંત કુમાર, ADG કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશ પણ હાજર છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સીએમ યોગીએ અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને.

યુપીમાં કલમ 144 લાગુ

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે કહ્યું કે મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે બાંદા, મૌ, ગાઝીપુર અને વારાણસી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની વિશેષ તૈનાત છે.

હોસ્પિટલે મુખ્તારના મૃત્યુની પુષ્ટિ કરી હતી

તમને જણાવી દઈએ કે માફિયામાંથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીનું ગુરુવારે બાંદા મેડિકલ કોલેજમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. અંસારીની તબિયત બગડતાં તેમને જિલ્લા જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બાંદા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સુનીલ કૌશલે ફોન પર જણાવ્યું હતું કે, “મેડિકલ કોલેજમાં અંસારીને હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું.

મુખ્તાર અંસારી 2005થી જેલમાં હતો

તમને જણાવી દઈએ કે મુખ્તારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મંગળવારે લગભગ 14 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 63 વર્ષીય અંસારી મૌ સદર બેઠક પરથી પાંચ વખત ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2005થી યુપી અને પંજાબમાં જેલના સળિયા પાછળ હતા. તેની સામે 60થી વધુ ગુનાહિત કેસ પેન્ડિંગ હતા. તેને ઉત્તર પ્રદેશની વિવિધ અદાલતોએ સપ્ટેમ્બર 2022 થી આઠ કેસમાં સજા ફટકારી હતી અને તે બાંદા જેલમાં બંધ હતો. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ પોલીસે જાહેર કરેલી 66 ગેંગસ્ટરોની યાદીમાં તેનું નામ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.