દિલ્હીની આરએમએલ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત 9 લોકોની સીબીઆઈ દ્વારા ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સીબીઆઈએ દેશની રાજધાનીમાં એક મોટી મોટી કાર્યવાહી કરતાં આરએમએલ હોસ્પિટલમાં મોટા રેકેટનો પર્દાફાશ કરીને હોસ્પિટલના બે ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો દર્દીઓ પાસેથી સારવારના નામે લાંચ લેતા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં તબીબી ઉપકરણો પૂરા પાડતા લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકો સમગ્ર રેકેટ ચલાવી રહ્યા હતા અને સારવારના નામે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલતા હતા.

સૂત્રો દ્વારા મળતા મુજબ કાર્યવાહી કરતા સીબીઆઈએ લાંચમાં સામેલ 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાંચ મોડ્યુલ દ્વારા ભ્રષ્ટાચાર આચરતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલતા હતા. સ્ટેન્ટ અને અન્ય તબીબી જરૂરિયાતોનો પુરવઠો, ખાસ બ્રાન્ડના સ્ટેન્ટનો પુરવઠો, લેબમાં તબીબી સાધનોનો પુરવઠો, લાંચના બદલામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને બનાવટી તબીબી પ્રમાણપત્રો આપવાના નામે દર્દીઓ પાસેથી ઉચાપત કરવામાં આવતી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.